રબારી જ્ઞાતિની મૂળ શાખો અને પેટા શાખો (SURNAME)

 

 

પહેરવેશ અને અલંકાર

રબારી જ્ઞાતિની મૂળ શાખો અને પેટા શાખો

ભારતમાં ગોપાલક સમાજની ઓળખ

 
 

               પૌરાણિક વાતો પ્રમાણે ભગવાન શંકરે (Lord SHIVA) તેમની પાંચ પગવાળી સાંઢ(ઊટ)ને ચારવા માટે સમળાના ઝાડની છાલમાંથી રબારીને ઉત્પન્ન કર્યો અને સમળાના ઝાડના નામ પરથી ભગવાન શંકરે તેનુ નામ સામળો રાખ્યુ કે તેની મુળ શાખ સાંબોળ રાખી તે સામળાને સાત દિકરીઓ હતી અને તે સાતે દીકરીઓના વિવાહ ભગવાન શંકરે રાજપુત કુળમાં કર્યા હતા. અને તે રાજપુતો ઘર જમાઈ તરીકે સ્વીકારી પોતાની પાસે વસાવ્યા. ત્યાર બાદ આ દિકરીઓનો જે વંશવેલો વધ્યો તે મુજબ, જે દિકરી જે રાજપુત સાથે પરણાવી હતી તેના બાળકોની શાખ જે તે રાજપુતના કુળ પ્રમાણે (મકવાણા, રાઠોડ, સોલંકી, પરમાર) અંકાવા લાગી. અને ત્યાર બાદ એકબીજાની ઓળખાણ પણ તે મુજબ થવા લાગી. આ રાજપુત શાખો માંથી જેમ જેમ રબારી જ્ઞાતિનો વંશવેલો વધતો ગયો તેમ તેમ સ્થળાંતર કરવા લાગ્યા અને ગામોના નામ ઉપરથી અને બીજી ઘણી રીતે રબારીની શાખાઓમાંથી અનેક પેટા શાખો વધતી ગઈ. અને ત્યાર બાદ હાલમાં કુલ ૧૩૩ પેટા શાખા થઈ છે. એટલે જ રબારી સમાજને હાલ 'વીસોતેર નાત' તરીકે ઓળખવામાં આવે છે. વીસોતેર એટલે વીસ + સો + તેર =૧૩૩ એવો અર્થ થાય છે.

visoter nat
વિસોતેર રબારી સમાજની કુલ ૧૩૩ પેટાશાખ આ મુજબ છે.

કટારિયા, કબોતરા, કાછોળકાછેલાકાનકટા, કારસિયા, કાબોર, કેડ, કુકોહ, કુંભાર, કોમરા, કોલા,

ખડોર, ખટાણા, ખાંભલ્યા, ખાર, ખારવાણિય,

ગરછોળ,

ઘરમરીયા, ઘાટિયા, ઘાટેતેર, ઘાંઘવા, ઘાંઘોડ, ઘાટરિયા, ઘાંઘારિયા, ઘેલોચર, ઘેળોત્તર,

ચરમટા, ચરકટા, ચમરિયા, ચાવડા, ચાનબીડા, ચેલાણા, ચૌહાણ,

જાદવ, જાજાળા, જેઠા, જેહ, જેઠવા, જોટાણા,

ઝિયોડ,

ટલુકા, ટભારિયા,

ડાભી, ડિયા,

ઢઘોલ, ઢેંચવા, ઢેચોતર, ઢોકરીયા,

દાંકીયા, દેવ, દોદળા, દેવરા, દેવરિયા,

નાગોર, નાવોર, નાંદવા, નાંદલિયા, નેહ,

પના, પરમાર, પરવરિયા, પદવાડા, પઢાર, પાટવાળ, પૂંછલ્યા,

બલ્યા, બારેચ, બોરડ, બારબુચોતર,

ભડસ્મા, ભારઈ, ભાઠી, ભાટરીયા, ભુંગોળા, ભૂખ્યા, ભૂંભળિયા, ભુંદરે, ભુંડ, ભેજાભોકું

મકવાણા, મારૂ, મેર, મેહ, મોટણ, મોરડાવ, મોરી, મોટું,  

રન્જયા, રજ્યા, રાજીયા, રાઠોડા, રાંણવા, રૂવારા, રૂણેચા, રૂડેયા, રોહિયારોઝિયા,

લવ, લલુતરા, લળતુકા, લૂણી, લોઢા, લોહ, લોક

વણોતરા, વાતમા, વાઘેયા, વેજોલ, વેગડોર,

શિલોરા, શેઠા,શેખા,

સવઘોર, સાવધરીયા, સાંબોળસેવાળ, સેધિયા, સોલંકી,

હડિયોલ, હાથોલ, હુચોલ, હૂણ,

અચવા, અજોણા, અવછારિયા, આલ, આંબોઘરા, આબોચર, ઈહોર, ઉમોટ, ઉજોડા, ઉલવા,

 

               આમાંથી મોટા ભાગની શાખ આજે ગુજરાત અથવા ગુજરાત બહાર હયાત છે. શક્ય છે કે હાલમાં આમાથી બે-પાંચ શાખનો ક્ષય થયો હોય.

 
 

                મુળ ૧૩૩ શાખ માંથી અપભ્રંશ થતા કે જે તે ગામ કે પ્રદેશ ના નામ ઉપરથી નવી શાખો હાલમાં અસ્તીત્વમાં આવી છે તે આ મુજબ છે.

               કરડ, ઢગલ, ખાંભલા, દેસાઈ, મર્યા, ટરમટા, ટમાલીયા, હરણ, પઢેરીયા, કલોત્રા, નાંઘા(નાગહ,નાંગોહ,નોગોહ), ભાડકા, કોડીયાતર, શીવાળીયા, ઉમલીયા, કાગડા, ગુજર, ઘિયડ (જીડ, ઘિડ), ઘાંઘો, કરમટા, ભેમ, પહવારા, ગરચર, છેલાણા, નાગેશ, મુછાળ,  ભાંગરા, વેરોણા, ભીંત, ગોયેલ,ચોપડા (ચોપ્રા) વગેરે

 
આ સિવાયની રબારી શાખો આપના ધ્યાનમાં હોય તો અમને જણાવવા વિનંતી અમે તેને અહિ સ્થાન આપીશુ.
 
ઈ-મેઈલ :- zalavaadi@yahoo.co.in
મોબાઈલઃ- 94292 80282
 
પહેરવેશ અને અલંકાર  !!  રબારી જ્ઞાતિની મૂળ શાખો અને પેટા શાખો   !!  ભારતમાં ગોપાલક સમાજની ઓળખ